નિયાના સૌથી જૂના લોકતંત્રના સૌથી પાવરફૂલ પદની ચૂંટણી પર વિશ્વભરની નજર છે. અમેરિકા )America Presidential Election) માં આજે 45માં રાષ્ટ્રપતિને ચૂંટી કાઢવા માટે મતદાન થયું. આ વખતે કોરોનાકાળ હોવાના કારણે ચૂંટણી અલગ છે. કોરોનાના કારણે દસ કરોડ લોકો પહેલેથી જ મત આપી ચૂક્યા છે. સવાલ એ છે કે ટ્રમ્પ ફરીથી સત્તા પર બિરાજમાન થશે કે તેમને માત આપીને જો બાઈડેન વ્હાઈટ હાઉસની રેસ જીતશે? રાષ્ટ્રપતિ ટ્રમ્પ જો ફરીથી જીતશે તો સતત બે વાર તાજપોશીવાળા ચોથા રાષ્ટ્રપતિ હશે. 1992માં ડેમોક્રેટ ઉમેદવાર બિલ ક્લિન્ટનના જીત્યા બાદથી આ પરંપરા જોવા મળી રહી છે. પરંતુ જો ટ્રમ્પ હારશે તો જ્યોજ બુશ સિનિયર બાદ બીજા રાષ્ટ્રપતિ હશે જેમને વ્હાઈટ હાઉસમાં જવાની ફરીથી તક નહીં મળે. હાલ જે પરિણામો આવી રહ્યા છે તે જોતા ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનનું પલડું ભારે લાગી રહ્યું છે. અમેરિકી મીડિયાના જણાવ્યાં મુજબ જો બાઈડેનને 209 ઈલેક્ટોરલ મત મળ્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 118 ઈલેક્ટોરલ મત મળ્યા છે.
અત્રે જણાવવાનું કે બહુમત માટે 270 ઈલેક્ટોરલ મત જરૂરી હોય છે. જ્યારે જો બાઈડેને 209 મત મેળવી લીધા છે. ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધીમાં 118 ઈલેક્ટોરલ મત મળ્યા છે. ફ્લોરિડામાં હજુ પણ સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી. અહીં બંને વચ્ચે કાંટાનો મુકાબલો છે.