અમેરિકાએ શનિવારે વહેલી સવારે પોતાને ઇસ્લામિક સ્ટેટ ગણાવતા આતંકવાદી સંગઠન સામે ડ્રોન હુમલા કર્યા છે. અહેવાલ છે કે, અમેરિકાએ અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પાસે થયેલા વિસ્ફોટોનો બદલો લીધો છે. પેન્ટાગોને શનિવારે આ માહિતી આપી હતી. એરપોર્ટ પર આત્મઘાતી બોમ્બ ધડાકામાં ઓછામાં ઓછા 169 લોકો માર્યા ગયા હતા. 13 અમેરિકન સૈનિકો પણ આ આતંકી હુમલામાં જીવ ગુમાવનારાઓમાં સામેલ છે. ઇસ્લામિક સ્ટેટ (ISIS-K) ના ખોરાસન મોડલે આ બોમ્બ ધડાકાની જવાબદારી સ્વીકારી હતી. આ દરમિયાન, અમેરિકાએ કાબુલ એરપોર્ટ પર બીજા હુમલાની શક્યતા વ્યક્ત કરી છે અને તેના નાગરિકોને તાત્કાલિક બહાર જવા વિનંતી કરી છે.