પુલવામા આતંકી હુમલાના ગુનેગાર અને જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવામાં ભારતના મિશનને સફળતા મળી રહી હોય તેમ લાગી રહ્યું છે. ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં અડચણ ઊભી કર્યા બાદ હવે ફ્રાન્સ અને બ્રિટન બાદ અમેરિકાએ બુધવારે UNSCમાં આતંકી મસૂદ પર પ્રતિબંધ મૂકવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. અમેરિકાના આ પ્રસ્તાવનું ફ્રાન્સ અને બ્રિટને સમર્થન કર્યું છે.
આ ત્રણેય દેશ હવે ચીનને પાછળ છોડીને અન્ય સભ્ય દેશો સાથે પ્રસ્તાવ પર વાત કરશે અને સમિતિ પર દબાણ બનાવશે. આ ઉપરાંત અમેરિકાના વિદેશ મંત્રીએ ચીનના બેવડા વલણને લઈને તેના પર પ્રહારો પણ કર્યા છે.
જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે અમેરિકાના આ પ્રસ્તાવ પર વોટિંગ ક્યારે થશે. પરંતુ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચીન ફરી એકવાર વીટો પાવર વાપરશે. અમેરિકાએ આ પ્રસ્તાવ 15 સભ્યોની કાઉન્સિલમાં રજુ કર્યો છે. જેમાં કહેવાયું છે કે મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવામાં આવે. આ સાથે જ તેની સંપત્તિઓ જપ્ત કરીને તેની વિદેશ મુસાફરીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે. જેને ભારતની એક મોટી કૂટનીતિક સફળતા ગણવામાં આવી રહી છે.