અમેરીકા અને તાલિબાન વચ્ચે 29 ફેબ્રુઆરીએ થયેલી શાંતિ સમજૂતિ તૂટી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હવે થોડાં દિવસોમાં સ્થિતિ એટલી બગડી ગઈ છે કે અમેરીકાએ બુધવારે તાલિબાની ફાઈટર્સ પર એરસ્ટ્રાઈક કરી છે. અમેરીકન ફોર્સે આ એરસ્ટ્રાઈક અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતમાં કરી છે. જ્યાં તાલિબાનનો એક મોટો અડ્ડો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરીકન સેનાએ આ વિશે જાણકારી આપી છે. તાલિબાની ફાઈટર્સે બુધવારે અફઘાનિસ્તાનના સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો અને તેમાં 20ના મોત થયાં હતા જે બાદ અમેરીકાએ આ કાર્યવાહી કરી છે.