ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસી બાદ અમેરિકામાં ઘણા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. ટેરિફ મુદ્દે ચાલી રહેલો હોબાળો હજુ સમાપ્ત થયો નથી ત્યાં ભારતમાં યુએસ એમ્બેસીએ 2000થી વધુ વિઝા ઍપોઇન્ટમેન્ટ રદ કરી છે. તેની પાછળ છેતરપિંડીની પ્રવૃત્તિઓ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ વિઝા અરજીમાં કેટલીક અનિયમિતતાની ફરિયાદો મળતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.