અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન કે જે 'ક્રાઉન પ્રિન્સ ઓફ જિહાદ' તરીકે ઓળખાય છે તેની માહિતી આપનાર માટે અમેરિકાએ દસ લાખ ડોલરના ઇનામની જાહેરાત કરી છે. અમેરિકા ઓસામા બિન લાદેનના પુત્રને આતંકવાદના ઉભરતા ચહેરા તરીકે જોઇ રહ્યું છે. હમઝા બિન લાદેન પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સિરિયા કે પછી ઇરાનમાં નજરકેદ તરીકે હોવાની શક્યતા છે.
અમેરિકાના વિદેશ વિભાગે અલ-કાયદાના સંદર્ભમાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, હમઝા બિન લાદેન ઓસામા બિન લાદેનનો પુત્ર છે અને તે અલા-કાયદાના નવા નેતા તરીકે ઉભરી રહ્યો છે.
અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે કોઇ પણ દેશમાં હમઝા બિન લાદેનની માહિતી આપનારને દસ લાખ ડોલરનું ઇનામ આપવામાં આવશે. અમેરિકાના જણાવ્યા અનુસાર હમઝા બિન લાદેન હાલમાં ૩૦ વર્ષનો છે અને તે અનેક વખત પોતાના પિતા ઓસામા બિન લાદેનની હત્યાનો બદલો લેવાની ધમકી આપી ચૂક્યો છે.
મહત્વનું છે કે, અમેરિકાના વિશેષ દળોએ 2011માં પાકિસ્તાનના અબોટાબાદમાં ઓસામા બિન લાદેનની હત્યા કરી હતી. 2015માં હમઝા બિન લાદેને એક ઓડિયો જારી કરી સિરિયાના જેહાદીઓને એક થવાની અપીલ કરી હતી.