ભારતની સાથે મિત્રતાના તમામ દાવા કરનારા અમેરિકાએ પોતાના નાગિરકોને ભારતની યાત્રા નહીં કરવાની સલાહ આપી છે. અમેરિકાએ આની પાછળનું કારણ ભારતમાં કોરોના સંકટ, અપરાધ અને આતંકવાદ જણાવ્યું છે. એટલું જ અમેરિકાએ ભારતની યાત્રા માટે રેટિંગ 4 નક્કી કરી છે જે સૌથી ખરાબ માનવામાં આવે છે. આ યાદીમાં ભારત સિવાય સીરિયા, પાકિસ્તાન, ઈરાન, ઈરાક અને યમન સામેલ છે.
અમેરિકાએ જણાવ્યું છે કે, ભારતમાં કોરોના સંકટ છે. આ ઉપરાંત દેશમાં અપરાધ અને આતંકવાદમાં વધારો થયો છે તેથી અમેરિકાના નાગરિકોએ ભારતની યાત્રા કરવી જોઈએ નહીં. અમેરિકાએ તેની એડવાઈઝરીમાં મહિલાઓની વિરુદ્ધ થતા અપરાધ અને ઉગ્રવાદ જેવા કારણો પણ જણાવ્યા છે. ત્યાંજ ઈન્ડિયન ટૂરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સંઘ (ફેથ)એ ભારત સરકારને અપીલ કરી છે કે તેઓ અમેરિકાની સરકારને ટ્રાવેલ એડવાઈઝરી બદલવા માટે દબાણ કરે.
ફેથે જણાવ્યું છે કે, સરકારે અમેરિકાની સરકારને વાત કરે જેથી દેશ અંગે બની રહેલા નકારાત્મક છબિને રોકી શકાય. પ્રવાસન ઉદ્યોગ પહેલાથી કોરોના મહામારીને કારણે સંકટમાં છે.