બોલિવુડમાંથી પોલિટિક્સમાં એન્ટ્રી કરનાર ઉર્મિલા માતોંડકરે આર્ટિકલ 370 હટાવી લીધા પછી જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવા બાબતે સરકાર પર નિશાનો સાધ્યો છે. તેણે કહ્યું કે, કાશ્મીરમાં તમામ રીતના બેનને કારણે તેનો પતિ પાછલા 22 દિવસથી ત્યાં રહેનારા તેના માતા-પિતા જોડે વાત પણ નથી કરી શક્યો.
કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડનાર ઉર્મિલાએ પત્રકારોને કહ્યું કે, સવાલ માત્ર આર્ટિકલ 370 હટાવવાનો નથી પણ નિર્ણય અમાનવીય રીતે લેવાયો છે.
કોંગ્રેસમાં પણ કાશ્મીર મુદ્દે ફાડઃ
એક તરફ કોંગ્રેસના નેતા આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ પાર્ટીમાં એવા નેતાઓ પણ છે જે સરકારના નિર્ણયની સમર્થનમાં છે.
મિલિંદ દેવડાનું કહેવું છે કે, આ એક દુઃખદ વાત છે કે આર્ટિકલ 370ને ઉદાર વિરુદ્ધ રુઢિવાદી ચર્ચામાં ફેરવી દેવામાં આવ્યું છે. પાર્ટીઓએ પોતાના અંગત વિચારધારાને સાઈડમાં મૂકીને એ મુદ્દે વાત કરવી જોઈએ કે ભારતની સંપ્રભુતા અને સંઘવાદ, જમ્મુ કાશ્મીરમાં શાંતિ, કાશ્મીરી યુવાનોની નોકરી અને કાશ્મીરી પંડિતોના ન્યાય માટે શ્રેષ્ઠ શું છે?
દિપેન્દ્ર હુડ્ડાએ લખ્યું હતું કે, મારો પહેલેથી વિચાર રહ્યો હતો કે 21 મી સદીમાં આર્ટિકલ 370નું અસ્તિત્વ છે જ નહિ અને તેને હટાવવું જોઈએ. આ માત્ર દેશની અખંડતા માટે જ નહિ બલ્કે જમ્મુ કાશ્મીર જે આપણા દેશનો અભિન્ન ભાગ છે તેના હિતમાં પણ છે. પણ હાલની સરકારની એ જવાબદારી બને છે કે આ મુદ્દાનો નિર્ણય શાંતિ અને વિશ્વાસના વાતાવરણમાં થાય.