હવાઈ મુસાફરીમાં પેશાબ કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, ન્યૂયોર્કથી નવી દિલ્હી આવી રહેલી અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાં એક નશામાં ધૂત પેસેન્જરે તેના સાથી મુસાફર પર કથિત રીતે પેશાબ કર્યો હતો. રિપોર્ટ અનુસાર આ ઘટના અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ નંબર AA292માં બની હતી.
આ ફ્લાઈટ શુક્રવારે રાત્રે 9:16 વાગ્યે ન્યૂયોર્કથી ટેકઓફ થઈ હતી અને 14 કલાક 26 મિનિટની ફ્લાઈટ બાદ શનિવારે રાત્રે 10:12 વાગ્યે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. એરપોર્ટના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, આરોપી કથિત રીતે અમેરિકન યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે અને તેણે નશાની હાલતમાં સૂતી વખતે પેશાબ કર્યો હતો. તે કોઈક રીતે લીક થઈને સાથી મુસાફર પર પડ્યો, જેણે ક્રૂને ફરિયાદ કરી.