જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં આતંકીઓ સાથેની અથડામણમાં સલામતી દળોને મોટી સફળતા મળી છે. વર્ષ ૨૦૧૬ના ઉરી હુમલા જેવો મોટો આતંકી હુમલો કરવા માટે ભારતમાં ઘૂસી આવેલા આતંકીઓ સાથે અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો જ્યારે એક પાકિસ્તાની આતંકીની ધરપકડ કરી હતી. લશ્કર-એ-તોયબાના આતંકી અલ બાબર પાત્રાએ સલામતી દળો સામે આત્મસમર્પણ કર્યું હતું, તે પાકિસ્તાન સ્થિત પંજાબના ઓખારાનો નિવાસી છે. અથડામણમાં માર્યા ગયેલા આતંકીની ઓળખ બાકી છે.