વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહેવાતા બુદ્ધિજીવીઓ, અર્બન નકસલો અને આમ આદમી પાર્ટીના નેતાઓ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અર્બન નક્સલીઓ ગુજરાતમાં ઘૂસવાની ફિરાકમાં છે, પરંતુ ગુજરાતના સમજદાર લોકો એમને સફળ નહીં થવા દે. મોદી આજે ભરૂચ જિલ્લાના આમોદમાં રૂા. ૨૫૦૬ કરોડના ખર્ચે નિર્માણ પામનારા બલ્ક ડ્રગ પાર્કના શિલાન્યાસ તથા અન્ય પ્રોજેક્ટના લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કાર્યક્રમો પછી સંબોધન કરી રહ્યા હતા