ન્યુ યોર્ક સિટીમાં મેનહટનમાં અર્બન દેશી કોન્સર્ટ એન્ડ કોન્ફરન્સ યોજાઈ હતી. કોન્ફરન્સમાં 400 મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. પોપ-અપ શોપમાં 450થી વધુ ચાહકોની હાજરી હતી. આ મીટનું સંચાલન સાવન દ્વારા કરવામાં આવ્યું હતું જેને બીફોરયુ મ્યુઝિક દ્વારા સ્પોન્સર કરાયું હતું. અમેરિકામાં વસતા ઈન્ડિયન અમેરિકન્સ દ્વારા આ કોન્ફરસમાં કોમ્યુનિટી માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.