કેન્દ્ર સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (UPSC) ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે કડક પગલાં લીધા છે. સરકારે ઉમેદવારોની ઓળખ માટે આધાર કાર્ડ વેરીફીકેશનનો સમાવેશ કર્યો છે. ભરતી પ્રક્રિયાના વિવિધ તબક્કા દરમિયાન આધાર નંબર દ્વારા ઉમેદવારોની ઓળખ ચકાસવામાં આવશે.
ઉમેદવારોનું આધાર વેરિફિકેશન : કેન્દ્ર સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને (UPSC) રજીસ્ટ્રેશન સમયે અને ભરતીના વિવિધ તબક્કા દરમિયાન ઉમેદવારોની ઓળખ સ્વૈચ્છિક રીતે ચકાસવા માટે આધાર-આધારીત પ્રમાણીકરણ હાથ ધરવાની મંજૂરી આપી હતી.