સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આર્થિક અને કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મામલે બે રાજ્યોમાં એક સાથે 67 સ્થળોએ પર દરોડા પાડ્યા છે. અંદાજે 820 કરોડ રૂપિયાના શંકાસ્પદ IMPS (ઈમિડેટ પેમેન્ટ સર્વિસ) ટ્રાન્ઝેક્શન સંબંધિત આ મામલામાં યુકો બેંકના કેટલાક ખાતાઓની તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈએ આ સ્થળોએથી ઘણાં મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને 43 ડિવાઈસ જપ્ત કર્યા છે.