આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કર્યા બાદ વિપક્ષના સાંસદોએ સોમવારે સંસદની બહાર આખી રાત ધરણાં કર્યા હતા. મણિપુરમાં નગ્ન મહિલાઓની પરેડ સંબંધિત વાયરલ વીડિયોને લઈને દેશમાં માર્ગોથી લઈને સંસદ સુધી ભારે હોબાળો મચી ગયો છે. AAP સાંસદ સોમવારે સંસદના સત્ર દરમિયાન બે મહિલાઓ સાથે થયેલી નિર્દયતાના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા. આ તોફાની સત્ર દરમિયાન સંજયે વેલમાં રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની ખુરશી સામે વિરોધ કર્યો અને તેમને હાથ બતાવીને કંઈક કહ્યું. આ કારણે તેમને સમગ્ર મોનસૂન સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.