યુક્રેનમાં અમેરિકાના એફ-૧૬ વિમાનને રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦એ તોડી પાડતા અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં ખળભળાટ મચી ગયો છે. એફ-૧૬ તોડી પાડવામાં આવતા યુક્રેનના હવાઇદળની રણનીતિને મોટો ઝાટકો લાગ્યો છે. તેની સાથે અમેરિકાની લશ્કરી ડિપ્લોમસી પર પણ સવાલ ઉઠયો છે. આ અહેવાલ બીબીસીએ આપ્યો હોવાથી તેની વિશ્વસનીયતા પણ વધારે છે.