મહારાષ્ટ્રના બીડ સરપંચ હત્યા કેસમાં મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ ફડણવીસ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. સીએમ ફડણવીસે કહ્યું કે, 'મેં ધનંજય મુંડે દ્વારા સુપરત કરાયેલ રાજીનામું સ્વીકારી લીધું છે. હવે મેં આ રાજીનામું રાજ્યપાલને મોકલી દીધું છે.' નોંધનીય છે કે, મંત્રી ધનંજય મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડને સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસમાં આરોપી બનાવવામાં આવ્યા બાદ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંડેને મંત્રી પદ પરથી રાજીનામું આપવા કહ્યું હતું.