દક્ષિણ રાજસ્થાનમાં સક્રિય થયેલી સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતના અમુક જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટ્ટો છવાયો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને વરસાદની આગાહી છે, બનાસકાંઠાના અંબાજીમાં છેલ્લા બે દિવસથી આવેલા વાતાવરણના પલટા બાદ આજે બપોરે કોટેશ્વર ખાતે કરા પડ્યા હતા. અંબાજી સાથે રાજ્યના અમરેલીમાં પણ આજે બપોરે હળવા છાંટા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ તરફથી આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં હળવા ઝાપટાની આગાહી આપવામાં આવી છે.
જણાવી દઈએ કે, દક્ષિણ રાજસ્થાનમાં એક સાયક્લોનીક સિસ્ટમ સક્રિય થતા રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.