જદ(યુ)થી છેલ્લા કેટલાક દિવસોથી નારાજ ચાલી રહેલા નેતા ઉપેન્દ્ર કુશવાહાએ મુખ્ય પ્રધાન નીતીશ કુમારના પક્ષ જદ(યુ)માંથી રાજીનામું આપી દીધું છે. પક્ષમાં પરત ફર્યાને બે વર્ષ પણ પૂર્ણ થાય તે પહેલા જ તેમણે પક્ષ છોડીને નવો પક્ષ રાષ્ટ્રીય લોકતાંત્રિક જનતા દળ રચવાની જાહેરાત કરી દીધી છે.