ઓમપ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીમાં મોટો બળવો થયો છે. સુભાષપાના રાષ્ટ્રીય સ્તરના ઉપાધ્યક્ષ મહેન્દ્ર રાજભર સહિત અનેક પદાધિકારીઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. આટલું જ નહીં તમામ બળવાખોર નેતાઓએ પાર્ટી અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર પર ગંભીર આરોપ લગાવ્યા છે. શહેર કોતવાલીના એક પ્લાઝામાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહેન્દ્ર રાજભરે જણાવ્યું કે 30 પદાધિકારીઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ઓમપ્રકાશ રાજભર બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારી માટે ફંડિંગનું કામ કરી રહ્યા છે.