ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં રવિવારે સવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ રણજીત બચ્ચનની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. રણજીત બચ્ચન મોર્નિંગ વોક માટે નીકળ્યા હતાં. હજરતગંજ વિસ્તારમાં ગોળી મારીને તેમની હત્યા કરી દેવાઈ.
બાઈક સવાર બદમાશોએ રણજીતના માથામાં ગોળી મારી જેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત થઈ ગયું. ઘટનાની સૂચના મળતા જ લખનઉ પોલીસ કમિશનર સુજીત પાંડે પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા અને રણજીત બચ્ચનના મૃતદેહને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો.