અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ ગેંગસ્ટર અતિક અહેમદની પૂછપરછ માટે UP પોલીસ અમદાવાદ આવી છે. આપને જણાવી દઈએ કે યુપી પોલીસ અતિક અહેમદની અગાઉના ગુનાની પૂછપરછ માટે સેન્ટ્રલ જેલ પહોંચી છે. ચર્ચાસ્પદ ઉમેશ પાલ હત્યા કેસમાં અતિક અહેમદની પૂછપરછ કરવામાં આવશે. માહિતી મુજબ યુપી પોલીસ પૂછપરછ બાદ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી ઉતર પ્રદેશ લઈ જઈ શકે છે.