વિશ્વ હિંદુ પરિષદે ઉત્તર પ્રદેશ સરકારના વસતી નિયંત્રણ બિલને લઇને વાંધો ઉઠાવ્યો છે. વીએચપીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે કહ્યું હતું કે અમે વસતી સંલગ્ન કાયદો લાગુ કરવાના ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. જોકે બિલના બીજા ભાગને લઇને અમને વિરોધ છે.
બિલના બીજા ભાગમાં જણાવવામાં આવ્યું છે કે એક જ સંતાન હશે તેવા દંપતીને અનેક વધારાના લાભ મળશે. વીએચપીની માગ છે કે સરકારે પણ આ અંગે વિચારવુ જોઇએ. કેમ કે આ જોગવાઇ હિંદુઓ અને મુસ્લિમોની વચ્ચે વસતી સંખ્યા અસંતુલિત કરી શકે છે.