કોરોના સંકટ વચ્ચે કાવડ યાત્રાને લઈ સસ્પેન્સ બનેલું છે. ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, પ્રદેશમાં કાવડ યાત્રા પર સંપૂર્ણપણે પ્રતિબંધ નહીં રહે, કાવડ યાત્રા સાંકેતિક સ્વરૂપે ચાલુ રહેશે.
હવે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને આ મુદ્દે ફેરવિચારણા માટે જણાવ્યું છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે સુનાવણી કરવામાં આવશે. યુપી સરકારે ફરી એક વખત સોમવારે પોતાનો જવાબ આપવો પડશે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ દરેક વ્યક્તિ માટે ખૂબ મહત્વનો વિષય છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિનું જીવન સૌથી વધારે મહત્વનું છે. ધાર્મિક અને અન્ય ભાવનાઓ મૌલિક અધિકારને આધીન જ છે.