લોકસભાની વર્ષ 2019માં યોજાનારી ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને હરાવવા માટે યોગી આદિત્યનાથ સરકારે ખાસ રણનીતિ ઘડી છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે જણાવ્યું કે, સરકાર 82 ઓબીસી જાતિઓને ત્રણ સેગમેન્ટમાં વહેંચવા જઈ રહી છે જેથી બધી જાતિઓને મંડળ આયોગ મુજબ નક્કી 27 ટકા આરક્ષણમાં તેમનો હિસ્સો મળી શકે.