ઉત્તર પ્રદેશ (UP)ની રાજધાની લખનૌના પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવતાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે, આ કોલમાં રાજ્યના વડા યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ કોલ પોલીસ કંટ્રોલ રૂમના CUG નંબર પર આવ્યો હતો. જે બાદ કંટ્રોલ રૂમમાં તૈનાત પોલીસકર્મીએ તરત જ ધમકીભર્યા નંબર અંગે ફરિયાદ નોંધી હતી. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.