ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંત આવશે. સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પશ્ચિમ યુપીના 11 જિલ્લાઓમાં 10 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેમાં પશ્ચિમ યુપીના 11 જિલ્લા મેરઠ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, હાપુડ, બાગપત, બુલંદશહર, મુઝફ્ફરનગર, શામલી, અલીગઢ, મથુરા અને આગ્રાની 58 વિધાનસભા બેઠકો પર મતદાન થશે.ચૂંટણી પંચના ડેટા અનુસાર, પશ્ચિમ યુપીના 11 જિલ્લાઓની 58 વિધાનસભા બેઠકોના 2.27 કરોડ લોકો યુપીના પ્રથમ તબક્કામાં મતદાન કરશે.11 જિલ્લાઓમાં કુલ 10766 મતદાન મથકો અને 25849 મતદાન સ્થળો બનાવવામાં આવ્યા છે.