ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે પ્રથમ તબક્કાનું મતદાન ગુરુવારે થવાનું છે. 11 જિલ્લાની 58 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. શામલી, મુઝફ્ફરનગર, બાગપત, મેરઠ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, હાપુડ, બુલંદશહર, અલીગઢ, મથુરા અને આગ્રામાં મતદાન થવાનું છે. મતદાન માટે પોલિંગ પાર્ટીઓને પણ રવાના કરી દેવામાં આવી છે, આ સાથે ચૂંટણી પંચે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ભારતના ચૂંટણી પંચે નિષ્પક્ષ, સલામત અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ માટે વિસ્તૃત વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા કરી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને મતદાન સ્થળો પર ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, થર્મલ સ્કેનર, હેન્ડ સેનિટાઈઝર, ગ્લોવ્સ, પીપીઈ કીટ, સાબુ, પાણી વગેરેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોની સુવિધા માટે મતદાર માર્ગદર્શિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. કોરોનાને જોતા ચૂંટણી પંચે મતદાન સ્થળો પર મહત્તમ મતદારોની સંખ્યા 1250 સુધી પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે.