બ્લડ કેન્સરનો પાંચ વર્ષથી સામનો કરી રહેલી એક કિશોરી સાથે શુક્રવારે રાતે ત્રણ યુવાનોએ દુષ્કર્મ આચર્યું હતું. સરોજિનીનગરની રહીશ કિશોરી સાંજે સાડા ચારના સુમારે બજાર ગઈ હતી. પરિચિત યુવક શુભમે બાઇક પર આવીને તેને પહેલાં તો વાતે વળગાડી અને પછી બાઇક પર સૂમસામ સ્થાને આવેલી ઝૂંપડીમાં લઈ ગયો હતો, ત્યાં યુવકનો મિત્ર પહેલેથી હાજર હતો. બંનેએ મળીને કિશોરી પર ૧૧ વાગ્યા સુધી સામૂહિક દુષ્કર્મ આચર્યા પછી કિશોરીને રસ્તા પર છોડી દીધી હતી. સૂમસામ સડક પર કિશોરી કોઈક મદદગાર આવી પહોંચે તેની પ્રતીક્ષા કરતી ઊભી હતી. દરમિયાન બુલેટ પર સવાર વીરેન્દ્ર યાદવે તે કિશોરીને જોઈ હતી. કિશોરીએ આપવીતી સંભળાવતાં તેણે ઘર સુધી પહોંચાડવા કિશોરીને બુલેટ પર બેસાડી હતી. થોડું અંતર કાપીને તેણે પણ કિશોરી સાથે દુષ્કર્મ આચરી ભાગી છૂટયો હતો.