Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હાથરસમાં ગેંગરેપ મામલે પીડિતાની ચિતાની આગ હજુ ઠંડી નથી પડી ત્યાં ઉત્તર પ્રદેશમાં જ આવો એક બીજો માનવતાને શર્મસાર કરતો  બનાવ બન્યો છે. યુપીના બલરામપુરમાં 22 વર્ષની અનુસૂચિન જાતિની વિદ્યાર્થીનીનું અપહરણ કરીને તેની સાથે રેપની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ યુવતીને નશીલો પદાર્થ ખવડાવીને હેવાનોએ તેની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો. એટલું જ નહીં હેવાનોએ વિદ્યાર્થીનીની હાલત સાંજે ગંભીર થઈ જતા રિક્ષામાં લાદીને તેના ઘરે મોકલી લીધી. ગણતરીના કલાકો બાદ યુવતીનું મૃત્યુ થઈ ગયું. 

મામલો બલરામપુરના ગેસડી પોલીસ સ્ટેશનની હદનો છે. યુવતીના પરિજનોનું કહેવું છે કે 22 વર્ષની યુવતી 29 સપ્ટેમ્બરે સવારે લગભગ 10 વાગે બીકોમમાં એડમિનશન કરાવવા માટે ઘરેથી નીકળી હતી. પરંતુ જ્યારે સાંજે લગભગ 5 વાગે પણ ઘરે પાછી ન ફરી તો તેની શોધખોળ શરૂ કરવામાં આવી. લગભગ સાંજે 7 વાગે યુવતી એક રિક્ષામાં ખરાબ હાલતમાં ઘરે પહોંચી. તેની આ હાલત જોઈને ઘરવાળાઓએ તેની પૂછપરછ કરી તો તે દર્દથી કણસવા લાગી હતી. ગામના બે ડોક્ટરોને બતાવ્યા બાદ જેવી યુવતીને જિલ્લા મુખ્યાલય ખાતે સારવાર કરાવવા માટે ઘરવાળા ગામની બહાર નીકળ્યા કે થોડી આગળ પહોંચતા જ યુવતીનું મૃત્યુ થઈ ગયું. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

પોલીસના જણાવ્યાં અનુસાર આરોપીનું નામ શાહિદ છે, તેના પિતાનું નામ હબીબુલ્લાહ છે અને તે ગાંસડીનો રહેવાસી છે. બીજા આરોપીનું નામ સાહિલ છે. તેના પિતાનું નામ હમીદુલ્લા છે, આ વ્યક્તિ પણ ગાંસડીની છે. બલરામપુર પોલીસે જણાવ્યું છે કે, આ કેસમાં પોલીસે બંને આરોપીઓની તુરંત કાર્યવાહી કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ