Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે વધુ એક વિવાદાસ્પદ ચુકાદામાં જણાવ્યું હતું કે, કોઇ સગીરાની સામે પેન્ટની ઝિપ ખોલવી એ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોક્સો) એક્ટ ૨૦૧૨ના દાયરામાં આવતું નથી. બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચના જસ્ટિસ પુષ્પા ગનેદીવાલાએ પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, સગીરાનો હાથ પકડવો કે તેની સામે પેન્ટની ઝિપ ખોલવી એ જાતીય હુમલાની વ્યાખ્યા અંતર્ગત આવતા કૃત્ય નથી. આ કૃત્યો આઇપીસીની ધારા ૩૫૪(૧)(આઇ) અંતર્ગત જાતીય સતામણી ગણાય છે. પાંચ વર્ષની બાળકીના જાતીય શોષણના કેસમાં ૫૦ વર્ષીય આરોપીને દોષી ઠેરવતા ચુકાદા સામેની ક્રિમિનલ અપીલની સુનાવણી કરતાં હાઇકોર્ટની સિંગલ જજની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ ગનેદીવાલાએ પોક્સો એક્ટની ધારા ૮,૧૦ અને ૧૨ અંતર્ગત પોતાના ચુકાદાને રદ કર્યો હતો. નાગપુર બેન્ચે જણાવ્યું હતું કે, આ કેસ જાતીય સતામણીના દાયરામાં આવે છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ