ઉંઝામાં વ્યાજનો ધંધો ખતરનાક હદે ફૂલ્યોફાલ્યો છે. જેને સ્થાનિક લોકો નફરતથી મીટર વ્યાજનો ધંધો કહે છે. 10 હજાર રુપિયા લો તો વર્ષે 40 હજાર ચૂકવવા પડે. આ ધંધાનું સંચાલન ખાસ કરીને ધમા મિલનની ગેંગ કરે છે. ગેંગના ત્રાસથી 4 લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે. ત્યારે ઉંઝામાં BMR ગ્રુપ બનાવી ગેંગ સામે મોરચો માંડ્યો. આ અંગે ગાંધીનગરમાં પણ રજૂઆત કરાઈ.