ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર રાજ્યમાં માવઠાની શરૂઆત થઈ ચૂકી છે. જેના લીધે હવે રાજ્યમાં ઠંડી પોતાની પકડ જમાવા લાગી છે. પારો ગગડી રહ્યો છે અને પવનની દિશા પણ બદલાઈ રહી છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના ગામડાના વિસ્તારો તથા કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો છે.