રાજ્યમાં 29 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયે છે. જેમાં સૌથી વધુ વડોદરામાં સવા ઈંચ વરસાદ થયો છે. હવામાન વિભાગે હજુ પણ 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં વીજળી પડવાથી 5 લોકોના મોત થયા છે. રાજ્યના 17 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી છે. માવઠુ પડતા ખેડૂતોને ઘઉં, ચણા સહિતના પાકોમાં નુકશાનની ભીતિ છે.