હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તો આગામી કેટલાક દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી વરસાદ પડે તેવી સંભાવના છે.તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.