ગુજરાતમાંથી મેઘરાજા વિદાય લેવાનું નામ નથી લઇ રહ્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ અરબી સમુદ્રમાં બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 4 અને 5 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. તો બીજી તરફ આ આગાહી વચ્ચે આજે જૂનાગઢના મેંદરડા અને કેશોદ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.