આતંકવાદ પર લગામ લગાવવાના પ્રયત્નોમાં ભારતને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ (UNSC)માં શુક્રવારે એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે જેનો ઉદ્દેશ આતંકવાદી સંગઠનોને મળતા ફંડિંગ પર રોક લગાવવાનો છે. મતલબ કે જે દેશ કે તત્વો આતંકવાદી ફંડિંગને ઉત્તેજન આપતા હશે તેમની વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રના સ્તરે કાર્યવાહી કરવામાં આવશે.
આ પ્રસ્તાવ પાસ થતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી સભ્ય સૈયદ અકબરુદ્દીને પાકિસ્તાનની ઝાટકણી કરી છે. સૈયદ અકબરુદ્દીને કહ્યું કે યૂ.એન. દ્વારા પાસ કરવામાં આવેલો આ પ્રસ્તાવ આતંકવાદી ફંડિંગ પર લગામ લગાવશે. જે દેશ આતંકવાદીઓને સતત શરણ આપી રહ્યાં છે. આતંકીઓ આજે નવી-નવી રીતોથી પૈસા એકઠાં કરી રહ્યા છે અને પોતાના બદઇરાદાઓને અંજામ આપી રહ્યા છે. આતંકીઓ નિયમોને તોડવા માટે તૈયાર છે અને કેટલાંક દેશો તેઓની મદદ પણ કરી રહ્યા છે.