ભારતને આઝાદ થયાને ૭૫ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આખો દેશ 'આઝાદી કા અમૃતમહોત્સવ'માં ગળાડૂબ થઈ ગયો છે. દરેક દેશવાસીના મનમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે જાગૃતિ લાવવા અને દેશવાસીઓમાં દેશભક્તિનો ભાવ ઉજાગર કરવા કેન્દ્ર સરકારનું ત્રણ દિવસનું 'હર ઘર તિરંગા' અભિયાન શનિવારથી શરૂ થઈ ગયું છે. દેશના મોટા-મોટા રાજકારણીઓ, બોલિવૂડ હસ્તીઓ, ઉદ્યોગપતિઓથી લઈને સામાન્ય માણસ આ અભિયાનમાં જોડાઈને પોતાના ઘરે તિરંગો ફરકાવી રહ્યો છે. આ અભિયાનના ભાગરૂપે શનિવારે ચંડીગઢમાં ૫,૮૮૫ બાળકોએ લહેરાતા તિરંગાની માનવ પ્રતિકૃતિ બનાવી નવો ગિનિસ રેકોર્ડ બનાવ્યો છે.