ઉન્નાવ રેપ પીડિતાની હત્યા કરવાનાં કાવતરાની વિપક્ષોએ આશંકા વ્યક્ત કરીને સીબીઆઈ તપાસની માગણી કરી છે. આમ આ ઘટનાએ રાજકીય રંગ પકડયો છે. સોમવારે આ મુદ્દો રાજ્યસભામાં ઊઠયો હતો જ્યાં વિપક્ષો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. લોકસભામાં કોંગ્રેસનાં રાહુલ ગાંધી અને આરજેડીનાં રાજ્યસભા સાંસદ મનોજ ઝાએ કેન્દ્રની બેટી બચાવો, બેટી પઢાઓ યોજનાના સંદર્ભમાં કેન્દ્ર સરકાર સમક્ષ અનેક સવાલો ઉઠાવ્યા હતા અને ઘટનાની આકરી ટીકા કરી હતી. મનોજ ઝાએ આક્ષેપો કર્યા હતા કે કુલદીપ સેંગર જેવા લોકો સરકારની બેટી બચાવો, બેટી પઢાઓ યોજનાનાં પોસ્ટર બોય છે.