ઉન્નાવના ચર્ચાસ્પદ અપહરણ અને દુષ્કર્મ કેસના આરોપી અને ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરના ભાવિનો નિર્ણય આજે થવાનો છે. વિશેષ અદાલત સોમવારે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. તીસ હજારી સ્થિત જિલ્લા મેજિસ્ટ્રેટ ધર્મેશ શર્માએ 10 ડિસેમ્બરે CBI અને આરોપી પક્ષની દલીલો સાંભળ્યા બાદ આ કેસનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. તેઓ 16 ડિસેમ્બરે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે.