સુપ્રીમ કોર્ટે મહિલાઓના અધિકાર અંગે એક ખૂબ જ ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, દરેક મહિલા, પછી તે પરિણીત હોય કે અપરિણીત, તે સુરક્ષિત અને કાયદેસર રીતે ગર્ભપાત કરાવવાનો અધિકાર ધરાવે છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ભારતમાં અવિવાહિત મહિલાઓ પણ MTP એક્ટ અંતર્ગત ગર્ભપાતનો અધિકાર ધરાવે છે. કોર્ટે દેશની દરેક મહિલા પસંદગીનો અધિકાર ધરાવે છે. આમ અવિવાહિત મહિલા પણ MTP એક્ટ અંતર્ગત ગર્ભપાતનો અધિકાર ધરાવે છે. ભારતમાં ગર્ભપાતના કાયદા અંતર્ગત વિવાહિત અને અવિવાહિત મહિલાઓમાં ભેદભાવ નથી કરવામાં આવેલો.
કોર્ટે જણાવ્યું કે, ગર્ભપાત માટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ અંતર્ગત પતિ દ્વારા કરવામાં આવતા યૌન હુમલાઓને મેરિટલ રેપના અર્થમાં સામેલ કરવા જોઈએ. MTP કાયદામાં વિવાહિત અને અવિવાહિત મહિલા વચ્ચેનું અંતર એવી રૂઢિવાદી માન્યતાને પ્રોત્સાહન આપે છે કે, માત્ર વિવાહિત મહિલાઓ જ યૌન ગતિવિધિઓમાં સામેલ હોઈ શકે.