અમેરિકાના વર્જિનિયામાં બીચની નજીક આવેલી મ્યુનિસિપલ બિલ્ડિંગમાં એક કર્મચારીએ અંદર ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. આ ગોળીબારમાં 12 લોકોનાં મોત થયા અને 4થી વધુ ઘાયલ થયા છે. ગોળીબારીની આ ઘટના શુક્રવારે સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ 4.00 કલાકે થઈ હતી. જોકે, પોલીસ સાથેની અથડામણમાં આ શંકાસ્પદ ગોળીબાર કરનારા વ્યક્તિનું પણ મોત થઈ ગયું છે. જોકે, હજુ સુધી તેની ઓળખ કરી શકાઈ નથી.
પોલીસ અધિકારી જેમ્સ સેરવેરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, 6 ઘાયલ લોકોમાંથી 1 પોલીસ કર્મચારી છે, પરંતુ બુલેટપ્રૂફ જેકેટના કારણે તેનો જીવ બચી ગયો હતો. સેરવેરાએ જણાવ્યું કે, બંદૂકધારી નગરપાલિકાની બિલ્ડિંગમાં અચાનક ધસી આવ્યો હતો અને તેણે અંદર ઘુસીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. વર્જિનિયાના મેયર બોબી ડાયરે આ ઘટનાને વર્જિનિયા બીચના ઇતિહાસમાં સૌથી વિનાશક દિવસ જણાવ્યો હતો.