મુંબઇ શહેર પર મંગળવાર રાતથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. બે દિવસ સુધી ભારે વરસાદ થયા પછી ગુરુવારે મેઘરાજાએ રાહત આપી હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ઊતરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. લોકલ ટ્રેન ગુરુવાર સવારથી શરૂ થઇ હતી. જોકે બપોર પછી ભરતીના પાણીએ ફરી ભીંસ વધારી હતી. આ દરમિયાન વરસાદ સંબંધી દુર્ઘટના ચાર લોકોનો ભોગ લઇ ચૂકી છે તો નાળામાં તણાઇ ગયેલા એક કિશોર સહિત બે વ્યક્તિની શોધ ચાલી રહી છે. મંગળવાર રાત અને બુધવારે વરસાદે મુંબઇને ધમરોળ્યું હતું. ગુરુવારે સવારે ૮.૩૦ સુધીના વીતેલા ૨૪ કલાકમાં મુંબઇના સાંતાક્રુઝ ખાતેની હવામાન કચેરીએ ૨૪૨ મિ.મી. વરસાદ થયો હોવાનું નોંધ્યું હતું.