અનલૉક-4 (Unlock 4) ની ગાઈડ લાઈન પ્રમાણે આજથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત ગુજરાતનાં તમામે તમામ શહેરોના બાગ-બગીચા ખોલી દેવામાં આવ્યા છે. હવે સવારે અને સાંજે મોર્નિંગ વૉક કરવા માટે સ્વાસ્થ્ય પ્રેમીઓ જઈ શકશે. બગીચામાં મોર્નિંગ વોક કરવા લોકો આતુર છે. બાગ-બગીચા ખોલતાં લોકોમાં ખુશી છે. કોરોના સંક્રમણને ખાળવા બાગ-બગીચાને સેનેટાઈઝ (sanitization) કરવામાં આવ્યા છે. રોજે રોજ આ રીતે બગીચાઓને સેનેટાઈઝ કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમામ લોકો માસ્ક પહેરીને બાગ-બગીચામાં આવી શકશે.
ગુજરાત સરકારે બાગ બગીચાને મજૂરી આપી છે ત્યારે અમદાવાદમાં amc તરફ થી 5 તારીખે ખૂલનારા ગાર્ડન માટે તૈયારીઓ અગાઉથી શરૂ કરી દેવામાં આવી હતી. શહેરના તમામ ગાર્ડનની સફાઈ અને મેઈન્ટેનન્સનું કામ કરાયું હતું. આ વિશે amc ના બાગબગીચા વિભાગના ચેરમેન જિગ્નેશ પેટલે જણાવ્યું કે, ગાર્ડન ખૂલ્યા બાદ દિવસમાં બે વખત તેને સેનેટાઇઝ કરવાનું કામગીરી કરશે. સાથે કોરોના માટેની તમામ ગાઈડલાઈનનો અમલ ગાર્ડનમાં આવનારે કરવો પડશે. નહિ તો amc જવાબદાર સામે પગલાં લેશે.