ગત તારીખ ૩૧ મેં ના રોજ મારા દ્વારા આદરણીય અગ્ર સચિવશ્રી ને ગુજરાત માં ફરી પાછા શુટિંગ શરૂ કરવા માટે વિનંતી કરતો પત્ર લખવામાં આવ્યો, મારા પછી અન્ય લોકોએ પણ આવો પત્ર લખ્યો. અને મને તારીખ ૨ જુન સાંજે ૬:૧૦ વાગે આદરણીય અગ્ર સચિવશ્રી એ મારી સાથેની ટેલીફોનીક વાતમાં ગુજરાત માં શુટિંગ શરૂ કરવા માટે ગ્રીન સિગ્નલ આપ્યો અને તેને લોકો સમક્ષ જાહેર કરવા સુચના આપી. આ બાબતે માહિતી વિભાગ અને પ્રવાસન વિભાગ ના સંકલનમાં રહીને નિયત ગાઇડ લાઇન બનાવવા માટે પણ કહેવામાં આવ્યું, ત્યારબાદ ગઇકાલે મારી જ જગ્યાએ પસંદગીના લોકોને ગાઇડ લાઇન ના સુચનો કરવા મેં નિમંત્રણ આપ્યું. જેમાં મારા સહિત શ્રી હીતુભાઇ કનોડીયા શ્રી હરેશ પટેલ, શ્રીમતી આરતી સંદિપ પટેલ, શ્રી વિજયગીરી બાવા, શ્રી વિજય કે. પટેલ, શ્રી ધવલ પંડ્યા, શ્રી ફાલ્ગુન ઠાકોર, શ્રી પીયુષ સોલંકી જેવા ગુજરાતી ચલચિત્ર જગતના લોકોએ ખુબ લાંબો વિચાર વિમર્શ કરી એક સુચીત ગાઇડ લાઇન તૈયાર કરી અને મારા અધીકૃત મેલ આઇ.ડી. થી તેને સરકારશ્રી ને મોકલવામાં આવી. અને કોઇપણ જાતનો વિલંબ કર્યા વગર ગુજરાત સરકારે તેને સ્વીકારી અને આજે આ ગાઇડ લાઇન વિધીવત રીતે જાહેર કરી તે માટે રાજ્ય ના આદરણીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી, નાયબ મુખ્યમંત્રીશ્રી આદરણીય નિતીનભાઇ પટેલજી, ગૃહ મંત્રીશ્રી પ્રદિપસિંહજી જાડેજા, પ્રવાસન મંત્રી શ્રી જવાહર ભાઇ ચાવડાજી, અગ્ર સચિવશ્રી અશ્ર્વિનીકુમાર જી, પ્રવાસન સચિવશ્રી મમતા વર્મા જી, માહિતી વિભાગ, પ્રવાસન વિભાગ અને ગૃહ વિભાગ ના તમામ અધીકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ નો હું નત મસ્તકે આભાર માનું છું..
મને આશા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ ગાઇડ લાઇન ને અનુસરીને ગુજરાત માં એક દાખલો બેસાડશે. આ તમામ બાબતોની વિસ્તૃત માહિતી આપવા બહુ જલ્દી એક પત્રકાર પરિષદ નું પણ આયોજન કરી રહ્યો છું..સૌ મીડીયા ના મીત્રો ને વિનંતી કે આપને જલ્દી આમંત્રણ મળશે અને તમામ માહિતી આપવામાં આવશે...
જય કલાકાર...