સુપ્રીમ કોર્ટે શુક્રવારે ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં કોલેજોની ફાઇનલ યરની પરીક્ષાઓ યોજવાના યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના નિર્ણય પર મહોર મારી દેશભરની કોલેજોમાં ફાઇનલ યરની પરીક્ષાઓ યોજવાનો માર્ગ મોકળો કરી નાખ્યો હતો. જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર. એસ. રેડ્ડી અને જસ્ટિસ એમ. આર. શાહની બેન્ચે જણાવ્યું હતું કે, રાજ્યો અને યુનિવર્સિટીઓ ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં ફાઇનલ યરની પરીક્ષાઓ યોજ્યા વિના વિદ્યાર્થીઓને પ્રમોટ કરી શકશે નહીં. ફાઇનલ યરની પરીક્ષાઓ યોજવાના યુજીસીના નિર્ણયને યોગ્ય ઠેરવતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જો રાજ્યોને એમ લાગે કે કોરોના મહામારીના કારણે તેઓ ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં કોલેજો અને યુનિવર્સિટીઓની ફાઇનલ યરની પરીક્ષા યોજી શકે તેમ નથી તો તેઓ પરીક્ષાની નવી તારીખો માટે યુજીસીનો સંપર્ક કરે.