શેરબજાર આજે ફ્લેટ ખૂલ્યા બાદ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યું છે. લાર્જકેપ, સ્મોલકેપ, અને મીડકેપ શેરોની આગેકૂચ સાથે ઈન્ડેક્સમાં ફરી નવી રેકોર્ડ ટોચ નોંધાઈ છે. નિફ્ટી પણ તેની 22794.70ની રેકોર્ડ ટોચ નજીક પહોંચ્યો છે.
સેન્સેક્સ આજે નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ 10.54 વાગ્યે 355.89 પોઈન્ટ ઉછળા સાથે 78576.95 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી 103.55 પોઈન્ટ ઉછળી 22701.35 પર ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોની મૂડીમાં રૂ. 1.23 લાખ કરોડનો વધારો નોંધાતાં માર્કેટ કેપ આજે ફરી નવી રેકોર્ડ 417.17 લાખ કરોડ થઈ છે.