રાજ્યમાં ચોમાસાના શ્રીગણેશ થઈ ગયા છે અને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. આજે રાજ્યના 147 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે . જેમા 11 તાલુકાઓમા 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો જ્યારે 30 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડના ઉંમરગામમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ખેડાના નડિયાદ અને મહેમદાવાદમાં 4.5 ઈંચ વરસાદ પડ્યો છે. મોરબીમાં 3.5 ઈંચ જ્યારે સુરેન્દ્રનગર, વાપી અને ધંધુકામાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે. અંજાર મહુધા અને આણંદમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.