આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ તથા સૌરાષ્ટ્રમાં સામાન્યથી છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 6,7 અને 8 જુલાઈના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આની સાથે જ અમદાવાદ, દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદ તેમજ સિટીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.