હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 234 તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યના 18 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે 120 તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. તો રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં પડ્યો છે. તો નવસારીમાં દિવસ દરમિયાન 12 ઈંચ વરસાદ ખાબક્યો છે
તો નવસારીના જલાલપોરમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ જૂનાગઢમાં સાડા 9 ઈંચ વરસાદમાં જળબંબાકાર જોવા મળ્યો છે. તેમજ દ્વારકાના ખંભાળિયામાં પણ 7 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં ભાવનગર, ભરુચ,બોટાદ,સુરત, વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યભરમાં ભારે વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.